STORYMIRROR

kusum kundaria

Tragedy Inspirational

4  

kusum kundaria

Tragedy Inspirational

ઊડી જશે

ઊડી જશે

1 min
252

ચાંચ મારી થાકશે દર્પણમાં, ને ઊડી જશે.

જાત એની માપશે દર્પણમાં, ને ઊડી જશે.


ગામડું છે પ્રિય એને મોહ ના શહેરો તણો,

વ્હાલ જેવું લાગશે દર્પણમાં, ને ઊડી જશે.


ના છબી ના ઓસરી ના ઝાડવું દેખાય જ્યાં,

આયખું શે કાપશે દર્પણમાં, ને ઊડી જશે.


સાંભળો ચીં ચીં તમે જો ધ્યાનથી ગમશે પછી,

પ્રેમથી એ આવશે દર્પણમાં, ને ઊડી જશે.


હોય ના ચકલી પછી સૂનું થશે ઘર આંગણું,

ખોટ કેવી લાગશે દર્પણમાં, ને ઊડી જશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy