Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Tragedy Inspirational

4.5  

અનિરૂધસિંહજી ઝાલા

Tragedy Inspirational

વિશ્વ એક કવિતા

વિશ્વ એક કવિતા

1 min
451


કવિતા હવે હું શું કરું ?

ખુદ જ હું કવિતા બનીને રહું 

ભીતર ઉમટતાં ભાવ અનેરા 

ખુદ જ હવે ખુદમાં હું રમું,


દશે દિશાએ ગુંજતી રહે અહી 

મધુર મધુર પક્ષી કેરી સુરધારા 

મનમંદિરમાં ઝાલર વાગે ને 

અનુભવું એ જગના સર્જનહારા 

 કવિતા હવે હું શું કરું 

ખુદ જ હું કવિતા બની રહું,


ગાઢ જંગલો વચ્ચે નિહાળું 

વાંસના ઝાડથી વહેતી સંગીત ધારા 

ભીતર પણ જૂવો તાલ મિલાવે 

પ્રકૃતિ સંગ હૃદયની સંગીત ધારા.. 

કવિતા હવે હું શું કરું 

ખુદ જ હું કવિતા બની રહું,


નીંદરમાં પણ નસકોરા રચતાં 

 અવનવી અજાણી મધુર વર્ણમાળા 

એક જ શ્રી હરિ સમજે મારા 

 ભરનિંદરે પણ પ્રગટતી મીઠી સુરધારા.

કવિતા હવે હું શું કરું 

ખુદ જ હું કવિતા બની રહું,


મુખેથી ભલે ન રચાતી કવિતા 

'રાજ' હૃદયે તો ઘણી પ્રગટે કવિતા 

વિશ્વ આખું એક કવિતા,

જુઓ કેવી રચે સર્જનહારા 

કવિતા હવે હું શું કરું 

ખુદ જ હું કવિતા બની રહું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy