STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Tragedy

4  

Mahendra Pandya 'નાદ'

Tragedy

વિનિપાત

વિનિપાત

1 min
394

કસોટી કેવી કાળ સમ જન સૌ શ્વાસ ગણતા, 

અશ્રુના પ્રવાહે રદય અટકી શ્વાસ  મરતા, 


મસાણે માનીતી અગન લપટી આહ જરતી, 

હશે, સેવી ઈચ્છા અકળ સળગી મૌન મરતી,


જવા લાંબી વાટે સગડ ઉંચકી ભાર ભરતા, 

ઉભા જોને રાહે બસ ! ભરખવા ગ્રાસ ગળતા, 


હતા કૂખે બચ્ચા સબળ જનની શ્વાસ ભરતી, 

નિશ્વાસે ! ભાગોળે બસ વલખતી ભૂખ મળતી.


અશ્રુ ના ઓવારે બચપન તહી શ્વાસ ગણતા  

જનાજે જૂરીને જણ મરસિયે જાત ઝળતા,


હવે, સૌએ જાણ્યું અસલ કરવી જાતનરવી,

પહેલું લાખેણુ સુખ ! નકદ રાશી જ ગણવી,


શતાબ્દીઓ એ ગાન કણસતુ ગાશે થથરતા,

હતા ! તારા બે હાથ જમરણ ટાણે  કગરતા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy