STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Romance

3  

Mahendra Pandya 'નાદ'

Romance

ખીલવાને શી વાર

ખીલવાને શી વાર

1 min
154

કંટક કહેતા કળીઓને, ખીલવાને શી વાર ? 

પારિજાતની પાંખડીઓનો લ્યો પહેરાવું હાર.


પુષ્પ તમારે કાંટા સાથે ખૂબ હતો ને જો નેહ ! 

માની લીધી હાર કે પછી જાકળનો લાગ્યો ભાર ?


લ્યો, આવી એ સૂરજની સપ્ત અશ્વ સવારી,

શાની હવે છે રાહ, ઋતુરાજ વાસંતી બહાર,


મધમધ સોડમ સાંવરા, હૃદય સહ્યાં અપાર,

કંટકને હવે વાગે છે તારા પુષ્પ તણા પ્રહાર,


કળી બધી કૂંપળને કે'તી ઊગવું કે આથમવું,

જીવન ભલે પલવાર ! કોઈ રાગ છેડ મલ્હાર,


સુગંધ સામટી સંવેદનનો લાવી છે ઉપહાર

માઠું એવું શું લાગ્યું છે, બંધ રાખ્યાં છે દ્વાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance