Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Pandya 'નાદ'

Tragedy

3  

Mahendra Pandya 'નાદ'

Tragedy

બારણિયુ

બારણિયુ

1 min
150


આ બારણિયા ને કૂંચી આપો આઈ જી, તમે ક્યાં હંતાડી રાખી'તી અભરાઈ જી.

ધલકુડી માં આખી, ઘરવખરી સંકેલી, હૈયા વાહે હેડી , સહિયરડી હરખાઇ જી,


સોનવર્ણી સાંકળમાંથી હેઠે હવે ઉતરો હિબકે ચડતી હાલી વડલાની વડવાઈ જી,

લાડ કોડ લૈ લથબથ, દોડી દોડી આવે, ઊભી રહેતી સામે પિયરની પરછાઈ જી.


 મોટા ઘરની મોટપનો માથે લીધો ભારો ભાર ઉતારો મારો, કરગરતી કઠણાઈ જી,

મારી ઢીંગલી ને નવલું,પાનેતર પહેરાવો, મહિયર તારી યાદ ઈ મોગરે મુરઝાઈ જી.


આંગળીયુ પણ ઊગી, ઊભી આગળિયારે ટેરવે ટહૂક્યા ગીત, મારે માંડવે શરણાઈજી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy