STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Romance

3  

Mahendra Pandya 'નાદ'

Romance

તહેવાર જેવું લાગે

તહેવાર જેવું લાગે

1 min
131

વળી પાછું, આજ ને વહેવાર જેવું લાગે, જરીક અમથું મલકો ને તહેવાર જેવું લાગે...!

ઉતરી ગયા ભલે હશે ને શણગાર વસંતના બસ, ગાલ પર કંકુ ખરે ને શ્રૃંગાર જેવું લાગે....!


શબ્દો સઘળા સંવેદનના ટોળે વળ્યા હશે બસ, સામટા નિ:શબ્દને સ્વિકાર જેવું 

લાગે....!


હાશ ! કહેતાકને મળ્યા હશે હૈયાને 

હાથ પલપલ મળતી ટાઢકને પલવાર જેવું 

લાગે.....!


જમા લઈ લીધી અમે, લીલીછમ્મ લાગણી શ્વાસ સજાવ્યા સ્પંદન ને ઉધાર જેવું લાગે.....!

એમ, વરસવાની કંઈ મોસમ થોડી હોય ? જરાક અમથું વરસો ! ને શિકાર જેવું લાગે....!


Rate this content
Log in

Similar gujarati poem from Romance