Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Pandya 'નાદ'

Romance

4  

Mahendra Pandya 'નાદ'

Romance

પ્રેમગીત

પ્રેમગીત

1 min
365


સુણિયો સાહેબજી ! મોરા હ્રદય ધબકાર પ્રીતનો,

સજે રે સૂર શમિયાણે ! સજે શણગાર સ્મિતનો.


સુણિયો સાહેબજી ! ખોરડું લાગે કાં ખાલી ખાલી,

હવે પડઘે પડે રે મુને ! ભેળો ભણકાર ભીંતનો.


સુણિયો સાહેબજી ! નિંદરિયા નાવે થોરી થોરી,

મુને વળગ્યો જો રે,જાણે વળગાડ વિજોગનો,


સુણિયો સહેબજી ! દિવડે ઊભી શગ કોરી કોરી,

ઘડી ઘડી સાંભરિયો રે, મૂઓ મલકાટ મિતનો.


સુણિયો સહેબજી ! દલડુ ખીંચે મન જોરી જોરી,

સુણી સુણી સાદ રે લાગે , મુને ઝણકાર સંગીતનો.


સુણિયો સાહેલીજી ! મન બાવરું કે'તુ બોલી બોલી,

મમ હ્રદય કરે એકરાર રે ,સુણે તવ રવકાર પ્રીતનો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance