STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Others

4  

Mahendra Pandya 'નાદ'

Others

સપ્તરંગ

સપ્તરંગ

1 min
268

શ્રદ્ધા તારા સતરંગ ખરે ! નેત્રના નામ દીવા

ને આકાશે ઝગમગ થવા તેજ અંધારપીવા ગૂંજે

એવોજ કલરવને સ્મિતએમાંભળે છે

શ્રધ્ધાના એરંગચમકવારીતજ્યાંથીમળે છે


પાંખોએની પલપલ પણે આભમાંરોજ ધૂમે

ને એવો લાભ લથબથથૈ સોણલેભાલ ચૂમે

ખામીને તે સરભર કરે જ્ઞાનના ગોખ જેવી

હારે તેનેહીન નગણશો વિભુઆશીષ એવી


પંખીને છે પગભર થવાં પાંખની ચાહ એવી

ને તેને છે કુદરત તણી દેણગી વાહ ! કેવી

કાળાકાળા ધવલ રંગના આભક્રિષ્ન કરે છે

કૃષ્ણ તારા નયન મહીં એ કામનાજેજરે છે


હાલ્યા પંથે પગવગર પુષ્પો જરા સાથ દેજો

દીવા સામે પવન ફરતા બે નવા હાથ દેજો

શ્રદ્ધા તારા સતરંગ ખરે ! નેત્રના નામ દીવા

ને આકાશે ઝગમગ થવા તેજ અંધારપીવા ગૂંજે



Rate this content
Log in