સૂરજ થવાને
સૂરજ થવાને
હાલ્યા અંધાર ના ઘરણ રજ થવાને,
દીવડાને ફૂટ્યાં ચરણ સૂરજ થવાને,
મોત મુઠ્ઠીમાં લઈ, સેવતા સત્ જનોને,
તન મનમાં છૂટ્યાં હરણ, ફરજ થવાને,
સમયની ભૂખ માટે ખોલ્યા ઘરના પટારા
મા ભોમ માટે જૂટ્યા કર્ણ, કરજ થવાને,
શંખ, ઝાલર, ખંજરી, ઘંટારવના આર્તનાદે,
સૌ એક થૈ છૂટ્યાં વરણ, રજરજ થવાને,
તરસ્યા હાલ્યા, તૃપ્ત થવા ખોબા મીઠડાં,
વિરડીયે ફૂટ્યાં ઝરણ, અચરજ થવાને,
અંધારના ઓથારની જાણ થઈ ઉજાસને
ગગન વછૂટ્યાં કિરણ, ફરી સૂરજ થવાને.