મુલાકાત થઈ હશે
મુલાકાત થઈ હશે
હૃદયથી હૃદયને ભલે રજૂઆત થઈ હશે, પરંતુ, ચહેરાથી પ્રેમની શરૂઆત થઈ હશે...
સુગંધના સગડ પામવાં સહેલા ક્યાં હતા ? ફૂલ કરતા કાંટાની કોઈ વધુ વાત થઈ હશે....
હસ્તરેખાને, પૂરતા હતા પૂરાવા બે હાથનાં, મહેંદીના રંગમાં ઓળઘોળ ભાત થઈ હશે.
સંધ્યા જો લઈ હાલી અજવાળાં સૂરજનાં ચંદ્ર નયન ખિલ્યો હશે પછી રાત થઈ હશે...
ઝીણાં જંતરે જાગ્યા હશે, પડઘાં દિવાલના ને હૃદયના કોઈ ખૂણામાં નિરાંત થઈ હશે...
અંજળ ફૂટ્યાં હશે નક્કી, અહીં મિલનના, સાવ અમસ્તી ક્યાં કોઈ મુલાકાત થઈ હશે ?

