STORYMIRROR

Trupti Gajjar

Tragedy Inspirational

4  

Trupti Gajjar

Tragedy Inspirational

ચાલતાં થયાં

ચાલતાં થયાં

1 min
314

સફરમાં અમને કોઈ મળ્યા કે ન મળ્યા,

બસ લઈ અમારી એકલતા ચાલતાં થયાં,


ફૂલોથી તો મળ્યા રંગ ને સુવાસ ઝાઝા;

પણ કંટકોના ડંખ લઈને અમે ચાલતાં થયાં,


રસ્તો પણ હતો નિર્જન ને વળી વેેેરાન વન,

વાદળ, પંખીને હવાની સાથે ચાલતાં થયાં,


કોઈ પૂછે માર્ગમાં કે 'ચાલ્યાં ક્યાં તમે આમ ?'

બસ 'અમસ્તા જ' જવાબ આપી ચાલતાં થયાં,


ના ખબર અમને પંથની કે ના ચિંતા મંંઝિલની-

જ્યાં મળી કેેડી બસ અમે એમ જ ચાલતાં થયાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy