STORYMIRROR

Trupti Gajjar

Fantasy

4  

Trupti Gajjar

Fantasy

કલાકાર

કલાકાર

1 min
259

લઈ પીંછી રંગો તણી એ સપનાઓ ચીતર્યા કરે,

કાગળના આંગણમાં એ શબ્દોનાં મોતી વેેેર્યા કરે,


કહ્યો કોઈએ ઘાયલ તો ગણ્યો કોઈએ પાગલ,

કલાકાર છે એ કે કલાનાં ઓજસ પાથર્યાં કરે,   


ઝાકળ એનું મિત્ર અને મૃગજળ સાથે નાતો એનો,

પાનખરના પુષ્પો સાથે એ પ્રીત અનેરી કર્યા કરે,


અનંત આ તારા ભરેલું આકાશ ને એનું એ એકાંત,

નવી કલ્પનાઓનાં મોજાંઓમાં નિત એ, તર્યા કરે,


આવડત છે એની કોઈના આંસુઓ પારખવાની,

પણ એની મૂંગી વેદના તો આંખોમાંથી વહ્યા કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy