STORYMIRROR

Trupti Gajjar

Tragedy

3  

Trupti Gajjar

Tragedy

હોઈ શકે

હોઈ શકે

1 min
130

દૂર ગગનને પાર રચેલું કોઈ એવું નવું જગત હોઈ શકે,

મારી મૃત લાગણીઓથી ધબકતું કોઈ હૃદય હોઈ શકે,


મૌન થઈ ગઈ છે લાગણીઓ જોર શોરથી વ્યક્ત થઈને,

મારી મૂંગી વેદનાનેે સમજતું કોઈ એકાદ જણ હોઈ શકે,


નહિતર આવી રીતે ઊડી ન શકું વિના પાંખે આમ આકાશમાં-

મારી કલ્પનાએ મારેલી કોઈ એકાદ છલાંગ હોઈ શકે,


એવું કદી ન બની શકે કે ભૂલી જાઉં તારા સઘળા ગુનાઓ,

નક્કી એની પાછળ રહેલુંં કોઈ નક્કર કારણ હોઈ શકે,


શક્ય નથી કે વિકસે આટલું સામીપ્ય આપણને એકમેકથી,

આપણી વચ્ચે વીતેલ કોઈ એવી એકાદી ક્ષણ હોઈ શકે,


તારા વિશ્વાસ પર તો ટકેલ છે મારું આ સંપૂર્ણ ભાવવિશ્વ,

તારી અવિશ્વાસ ભરી નજર મારા માટે મરણ હોઈ શકે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy