STORYMIRROR

Trupti Gajjar

Drama

4  

Trupti Gajjar

Drama

ઈશ્વરનો સ્પર્શ

ઈશ્વરનો સ્પર્શ

1 min
249

અટવાયા અમે મઝધારે, જડતો નથી કિનારો,

હે નાથ ! આ ભવસાગરમાંથી તમે હવે તારો,


ભૂલી ગયા તમને; જોઈ જગની ઝાકમઝોળ,

પણ કદી યાદ કરું ત્યારે દેજો તમે એક હોંકારો,


અજ્ઞાન દૂર કરવા નહિ માંગુ હું તેજ સૂર્ય તણું

પ્રકાશનું એક કિરણ રેલાવા બનજો ધ્રુવતારો,


અસ્થિર બને કદમ કદી ચાલતાં ધર્મના માર્ગે,

આવીને સંભાળજો બસ પકડી હાથ મારો,


માંગુ તો બીજુંં શું તારી પાસે, જગતના નાથ ?

મળી રહે કદી મને બસ મમતમયી સ્પર્શ તારો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama