STORYMIRROR

Trupti Gajjar

Romance

3  

Trupti Gajjar

Romance

વાંક શું મારો

વાંક શું મારો

1 min
176

તું સપનાંમાં આવી જગાડે, વાંક શું મારો ?

મને તારું ઘેલું જો લગાડે, વાંક શું મારો ?


તું પૂછે સરનામું ફૂલોનું મને;

તું કંટક જો ચૂભાવે તો, વાંક શું મારો ?


મેં તો પ્રીત કરી છે તારી સાથે,

જો તું એ રીત ન નિભાવે, વાંક શું મારો ?


એક આશ હતી જોવાની તને,

પણ જો તું મળવા જ ન આવે, વાંક શું મારો ?


વચન આપ્યું'તું સદા હસવાનું તને,

તારી યાદો જ જો રડાવે તો, વાંક શુું મારો ?


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Romance