STORYMIRROR

Trupti Gajjar

Romance Fantasy

4  

Trupti Gajjar

Romance Fantasy

ઝાકળનું સપનું

ઝાકળનું સપનું

1 min
383

વહેલી પરોઢે આજે ઝાકળને આવ્યું એક સપનું !

ફૂલને જઈને એણે તો કહી દીધું,'આઈ લવ યુ'.


ફૂલે તો જવાબ વાળ્યો ને પાછું વળતું કર્યું છણકુ,

હું તો છું નાજુક નમણું ને તું તો ખાલી એક ટપકું !


તારો ને મારો વળી મેળ શું ને તારું જીવન પણ ટૂંકું.

ફૂલના આ જવાબ પર ઝાકળે કર્યું એક સ્મિત ફિકું,


તારી સુંદરતા ને કોમળતા આગળ તો હું ઘણું નાનુંં;

પણ તારી સુંદરતા પર જ હું મારુ જીવન ઓવારું,


પ્રેમમાં તો કદી હોય નહીં કોઈ મોટું કે કોઈ નાનું,

ઝાકળનાં જવાબથી શરમાય ફૂલ થઈ ગયું છાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance