Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Trupti Gajjar

Tragedy

4  

Trupti Gajjar

Tragedy

બંધ મકાન

બંધ મકાન

1 min
223


વર્ષોથી એમ જ ખાલી પડ્યું છે આ બંધ મકાન,

કંઈ કેેટલીય યાદો સમેેટીને ઊભું આ બંધ મકાન,


છોડી માળો પોતાનો પંખી ચાલ્યા નવા ઠેકાણે !

પાછા ફરવાની એની રાહ જોતું આ બંધ મકાન,


હતી શી જાહોજલાલી ને શા હતા ઠાઠ એના,

આજે જર્જરિત દશામાં સડતું આ બંધ મકાન,


ઉભરાતું હતું કેવું હંમેશા જે માનવ મેદનીથી !

આજે એકાંકી હાલતમાં તરફડતું બંધ મકાન,


સજાવ્યું હતું જેણે પ્રેમથી ને લાગણીથી સદાય,

આજ એ જ લોકોને ફરી ઝંખતું આ બંધ મકાન.


Rate this content
Log in