Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Trupti Gajjar

Fantasy

4  

Trupti Gajjar

Fantasy

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
302

મેં પૂછ્યું પથ્થરને તું આટલો તે સખત શાથી ?

કહે પથ્થર,"ના પડ્યું સ્નેહનું ઝાકળબિંદુ આથી."

પૂછ્યું ઝાકળને કેમ કર્યું તે અપમાન પથ્થરનું ?

કહે ઝાકળ,"પીગળે તેવું ક્યાં છે જ હૃદય તેનું."

પ્રશ્ન કર્યો ,"ગુુુલાબને તારી આસપાસ કંટક શા માટે ?"

ફૂલ તો રડયું છાનું ,"નથી વિશ્વાસ મારા પર માટે."

કંટકને તેના વ્યવહાર બદલ આપ્યો જ્યારે ઠપકો;

ફૂલની સુગંધનો કાઢી વાંક, કર્યો એણે તો છણકો.

નભને કરી મેં વિનંતી કે તું જરા નીચે તો આવ-

ખોટી મિલનની આશ આમ ધરાને તો ન બતાવ,

નારાજ થઈ નભ તો જાણે ચાલ્યું ગયું વધુ દૂર;

ભલે રાહ જુએ ધરતી હું તો છું પ્રકૃતિથી મજબૂર.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy