Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Trupti Gajjar

Romance

4  

Trupti Gajjar

Romance

હવે બોલવું બીજું શું

હવે બોલવું બીજું શું

1 min
235


તમે રહેલા મારામાં અને તમારામાં સમાયેલ હું,

આટલું તો અમે કહી દીધું હવે બોલવું બીજું શું ?


નદી, પર્વત, વન -ઉપવન, વાદળની વાત ગઈ વહી,

પ્રેમના એકરાર પછી ખબર નહિ કઈ વાત હવે રહી ?

તમે મારી આંખોની કીકી ને તમારા નજરનું દ્રશ્ય હું,

આટલું તો અમે કહી દીધું હવે બોલવું બીજું શું ?


તમારા આગમનથી જ જીવનની જાણે કે પૂર્તિ થઈ,

પ્રેમ એટલો તો વિપુલ મળ્યો કેે જાણે 'તૃપ્તિ' થઈ.

તમે જો મારુ હૃદય છો તો એ ઉર તણો ધબકાર હું,

આટલું તો અમે કહી દીધું હવેે બોલવું બીજું શું ?


તમારો વિશ્વાસ - પ્રેમ એ જ મારા જીવનનો ધબકાર,

તમારા વિના મારી જિંદગીમાં બધે જ છે અંધકાર,

તમે મારા જન્મજન્મના સાથી, તમારો સથવારો હું,

આટલું તો અમે કહી દીધું હવે બોલવું બીજું શું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance