STORYMIRROR

Trupti Gajjar

Romance

3  

Trupti Gajjar

Romance

ભર ઉનાળે

ભર ઉનાળે

1 min
136

યાદ તારી આવતા જો ને ફૂટી એક કૂંપળ કાંઇ તાજી !

કે ભર ઉનાળે આંખો સામે જાણે વિસ્તરી વનરાજી...


ફૂલોમાં ટપકેલ ઝાકળબિંદુમાં જાણે ઝીલાયું પ્રતિબિંબ તારું,

એ પાને પાનમાં ઓગળી રહ્યું છે જાણે કે અસ્તિત્વ મારુ,

તારી છાયાની રેખામાંં ડૂબી એવી કે ખબર નહીં ખોવાઈ કયાંજી....

કે ભર ઉનાળે આંખો સામે વિસ્તરી વનરાજી...


ગ્રીષ્મની જાણે ઊની લૂ બનીને આવી ગયો તું આંગણ મારા,

એ ઊના પવનની વાંંસળીમાં પણ જાણે સંભળાય સંદેશ તારા,

તારા એ શબ્દો સાંભળતા જ હું મનમાં ને મનમાં એવી તો લાજી...

કે ભર ઉનાળે આંખો સામે વિસ્તરી વનરાજી...


હૂંફાળો એ દિન વીત્યો નેે આવી આ રાત જાણે તારા મઢેલી,

તું આવ અહીં તો માંંડીએ વાત બેસીને એકમેકને અઢેલી,

આવા જ કંઈક મીઠા સ્વપ્નો મારી આંખોમાં રાખ્યા છે આંજી...

કે ભર ઉનાળે આંખો સામે વિસ્તરી વનરાજી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance