STORYMIRROR

Trupti Gajjar

Romance Tragedy

3  

Trupti Gajjar

Romance Tragedy

સરનામું મળતું નથી

સરનામું મળતું નથી

1 min
133

લખું છું પત્ર તને પણ કાંઈ સૂઝતું નથી,

સંંબોધન કરવું શું એ ય સમજાતું નથી,


સંંબંધો હતાં આપણા મૃગજળ સમાં;

હૃદય કેમેય કરી એ વાતને માનતું નથી !


લીધા હતાં વચન સદા સાથે ચાલવાનાં,

મંઝિલ પર પહોંચવુંય હવે ગમતું નથી,


નજર કરું જ્યાં સઘળે બસ તું જ છે-

શુું કરું આંખોને બીજું કાંઈ ગોઠતું નથી,


માત્ર પ્રેમ તને જ કર્યો છે મેંં જીવનભર-

હૈયે છે જે એ હોઠ સુધી આવતું નથી,


પત્રો તો લખ્યા મેં આંસુની શાહીથી-

પણ શું કરુંં સરનામું તારું મળતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance