હે ઈશ્વર !
હે ઈશ્વર !
હે ઈશ્વર ! તારા સરનામે કરુ છું એક પોસ્ટ
મળે જો સમય તો આપજે ને એકાદ જવાબ
તે તો બનાવ્યા માણસ સૌ સરખા
તો ધરતી પર કેમ ભેદ જુદાં જુદાં ?
તારે ચોપડે તો થાય છે હિસાબ કર્મના
તો અહિ કેમ સત્યના માર્ગે ખૂબ કાંટા ?
છે અમીર પાસે ધન સંપત્તિ સઘળા
કેમ ગરીબને ઝૂપડે તેલના ટીપાં દોહ્યલાં ?
નર ને નારી એ તો રથનાં બે સરખાં પૈડાં
તો કેમ સરે આમ લૂંટાય છે ચીર નારી તણાં ?
હે ઈશ્વર મળે જો સમય તો આપજે જવાબ
તારી બનાવેલી દુનિયામાં કેમ માનવ સૌ ઉલ્ટા ?
