STORYMIRROR

nidhi nihan

Tragedy Others

4  

nidhi nihan

Tragedy Others

ફાગણિયો આવ્યો

ફાગણિયો આવ્યો

1 min
410

રાતા રંગે‌ કેસૂડો ચારેકોર ફાલ્યો ફાગણિયો આવ્યો,

રંગોમાં તરબોળ થવા હરખાયો ફાગણિયો આવ્યો,


આગમન તપતી ધરાના વાયુએ ડમરી ખેલ આદર્યો,

પંખીડે શાખે ફાગ ગીત લલકાર્યો ફાગણિયો આવ્યો,


પોર ઢળતા બેબાકળા રવિને એલફેલ બોલતો જીવ,

શીતળીયો છાયડો વૃક્ષે દેખાડતો ફાગણિયો આવ્યો,


નિતનવા રોજબરોજ રંગ બદલતો રે અહીં માનવી,

રંગ ગુલાલે રંગાવાને મહાલ્યો ફાગણિયો આવ્યો,


ઉમંગ ઉલ્લાસભેર માનવ મહેરામણ ઉમટયા જોને,

સાંજ હોળી કેરો વાયરો વધાવ્યો ફાગણિયો આવ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy