નથી જડતો પ્રેમનો કિનારો
નથી જડતો પ્રેમનો કિનારો
પ્રેમના આ સાગરમાં હું,
શોધી રહ્યો છું પ્રેમ તારો,
મઝધારે અટકી ગયો છું,
નથી જડતો પ્રેમનો કિનારો.
હલેસા મારી થાકી ગયો છું,
પ્રેમના આ સાગરમાં,
વિરહના મોજા રૂપી વહાવું છું,
અશ્રું મારા નયનમાં.
તને મળવા તડપી રહ્યો છું
સાંભળ મારા દિલનો ધબકારો,
મઝધારે અટકી ગયો છું,
નથી જડતો પ્રેમનો કિનારો.
પ્રેમની આ મારી નૈયા,
હાલક ડોલક થાય છે,
તને છોડી દિધાનો મુજને,
અફસોસ ખૂબ થાય છે.
માફ કરી દે વ્હાલી મુજને,
ગૂનો કબૂલ કરૂં છું મારો,
મઝધારે અટકી ગયો છું,
નથી જડતો પ્રેમનો કિનારો.
કસમ છે વ્હાલી મારી તુજને,
નહીં છોડું હું હાથ તારો,
નૈયા લઈ મળવા આવું તુજને,
તુ જ છે મારો સહારો.
"મુરલી" નિભાવીશ તારો હું,
જનમો જન્મનો સથવારો,
મઝધારે અટકી ગયો છું,
નથી જડતો પ્રેમનો કિનારો.

