અધૂરો પ્રેમ
અધૂરો પ્રેમ
મળી નજરથી નજર ને ચૂક્યું દિલ ધબકાર,
વાગવા માાંડી ચારેકોર જાણે પ્રેમની સિતાર...
સવારથી સાંજ હવે તો મળી ગયું એક કામ,
કે હૃદય બસ જપ્યા કરે નિરંતર એનું કામ !
વિચાર્યું આ ચાહતને બનાવું મારી સેંથીનું સિંદૂર,
કે જઈ ન શકે કદી એ મારી આ નજરોથી દૂર...
મહેંદી રચાવી'તી જેના નામની આ હાથોમાં;
સપનાઓ સજાવ્યા'તા ઘણા આ આંખોમાં...
પણ તૂટ્યા સ્વપ્નોને એકાએક છૂટી ગઈ પ્રીતિ-
કે જ્યારે આવી હાથમાં એના લગ્નની કંકોત્રી !
પાકો થયો કોઈના હાથમાં મારી મહેંદીનો રંગ,
સિંદૂરની લાલીનો પણ ક્ષણમાં છૂટી ગયો સંગ..
સપનાઓ સાથે ચાર ફેરાનો મેળ થયો જ નહીં,
એટલે કદાચ ક્યારેય એ મારો પ્રેમ હતો જ નહીં.

