નહિ માફ કરી શકું...
નહિ માફ કરી શકું...
તે આપેલ આંસુઓનો હિસાબ તો નથી કરતી,
પણ આપેલ ખુશીને તો ગણતરીમાં બાંધી શકું !
ના, હું નહિ માફ કરી શકું.
તારા વિશ્વાસ ભરેલ શબ્દોની ઝંંખના સદા રહેેેતી,
પણ એ અવિશ્વાસભરી દ્રષ્ટિ તો કેેેમ ભૂલી શકું ?
ના, હું નહિ માફ કરી શકું.
તારા દરેક ગુનાઓ માફ કરવાની ક્ષમતા તો છે જ,
પણ આ હ્ર્દયના ઊંડા જખ્મોને તો કેમ ભરી શકું ?
ના, હું નહિ માફ કરી શકું.
લાખ માફી માંગ તું હવે કરેલ એ અનેક ભૂલોની,
પણ મૃૃૃત થયેલ લાગણીઓને તો કેમ જગાડી શકું !
ના, હું કદી માફ નહિ કરી શકું.
