મુજ જીવનનાં પ્રણેતા
મુજ જીવનનાં પ્રણેતા


જીવનનાં અંધકારમાં દીપ પ્રગટાવે એ ગુરુ તમે,
આંગળી પકડી મંઝિલ પહોંચાડે એ ગુરુ તમે,
જીવન જીવતાં શીખવાડે એ ગુરુ તમે,
સંસ્કારોનું સિંચન કરી સંસ્કારીતા આપે એ ગુરુ તમે,
શિસ્ત, ક્ષમા અને કરુણાનો સાગર ઓ ગુરુ તમે,
જ્ઞાન આપી અમને તાર્યા અને પ્રકાશ્યા તમે,
માર્ગ ચિંધી અમને સફળ બનાવ્યાં તમે,
અમારી શક્તિ ઓળખી અમને વિકસાવ્યાં તમે,
અમ જીવનનાં આધારસ્તંભ બન્યાં તમે,
મુજ જીવનની ઉપલબ્ધિના સાચા પ્રણેતા તમે,
સફળ થઈ ભૂલું ન ઉપકાર તમારા ઓ ગુરુ,
અમ જીવનનાં માર્ગદર્શક અને હિતચિંતક તમે.