મને વ્હાલી મારી માતૃભાષા
મને વ્હાલી મારી માતૃભાષા

1 min

348
મારા જન્મથી તું બોલાવી,
મને વ્હાલી મારી માતૃભાષા,
કૈક છંદોમાં અને પ્રયાસોમાં તું ગવાણી,
મને વ્હાલી મારી માતૃભાષા,
કક્કા અને બારખડીમાં તું ઘૂંટાણી,
મને વ્હાલી મારી માતૃભાષા,
બાર બાર ગાઉં બોલી બદલાણી,
મને વ્હાલી મારી માતૃભાષા,
કૈક ભાષાઓ મેં જાણી,
પણ મનમાં તું એક જ સમાણી.