મારો સુપર પાવર
મારો સુપર પાવર
ના કોઈ રાજા છે એ ના કોઈ મહારાજા છે એ,
ના કોઈ નેતા છે એ ના કોઈ અભિનેતા છે એ,
મારો સુપર પાવર મારા પિતા છે,
જેનો હાથ ખભે પડતા, મુશ્કેલીઓ ભાગે,
એના વ્હાલ થકી હૈયે સાત સૂરો વાગે,
કંઈ પણ માગુ ત્યાં હાજર થઈ જાય,
જાણે પિતા મારા અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગ જેવા,
ઊડવા માટે પાંખો આપે,
દુનિયાને જોવા આંખો આપે,
વિશ્વ સામે અડગ ઊભા રહેતા શીખવાડે,
નવી પ્રેરણા નવો જુસ્સો જગાડે,
અમૃત આપી જહેર ના ઘૂંટ પીવે,
પિતા તો આખા કુટુંબ માટે જીવે,
જાત ને રોજ દુઃખની સગડીમાં તાપે,
દુનિયાભરનું સુખ સંતાનને આપે,
મારો સુપર પાવર છે મારા પિતા,
ભલે નથી કોઈ એ મહાન નેતા,
ભલે નથી એ રાજા કે અભિનેતા,
એતો છે મારા જીવનના પ્રણેતા.
