પૈસાની માયા
પૈસાની માયા
આવ્યા ત્યારે હાથ ખાલી હતાં,
વધારે કાંઈતો સમજતા ન હતાં,
જીંદગી આખી જ રમતો રમતા,
ત્યારે રૂપિયા પૈસા કમાતા હતાં.
સબંધોના જે જાળા બંધાતા,
તે પૈસાની આસપાસ જ ફરતા,
એથી તે જીવતા કે મરતા હતાં,
સાચાખોટાનો ખ્યાલ ન કરતાં.
જીવન બસ આવી રીતે ચાલતું,
જતી વેળા કાંઈ ન સાથે આવતું
અહીં નું અહી જ પડ્યું રહેતું,
માણસ આ દુનિયાથી કુચ કરતું.
