ઇન્સાનિયત
ઇન્સાનિયત
સાફ દિલનો ઇન્સાન છું હું,
મલિનતાથી દૂર રહેનારો છું.
સદૃગુણોને જીવનમાં ઉતારી,
જીવનને ઉજાગર કરનારો છું.
સ્વાર્થની આ દુનિયા જોઈને હું,
સલામત બની દૂર રહેનારો છું,
પ્રપંચનો ભોગ બનેલ વ્યક્તિનો,
હમેશા હું સહારો બનનારો છું.
પ્રપંચી અને છલ કપટીઓને હું,
આદર્શ માનવ બનાવનારો છું,
માનવ સેવાનો મર્મ સમજાવી,
માનવતાની ધારા વહાવનારો છું.
માનવતાની જ્યોત જગાવી હું,
નફરતની આગ બુઝાવનાર છું,
પ્રેમની સરિતામાં સૌને ભીંજવી,
જીવનને નિર્મળ હું કરનારો છું.
સત્સંગ દેશમાં વાસ કરીને હું,
ભક્તિના રસમાં ડૂબાડનારો છું,
"મુરલી"ની મધુર તાન રેલાવી,
પરમાનંદમાં હું નચાવનારો છું.
