STORYMIRROR

Pallavi Gohel

Romance Tragedy

3  

Pallavi Gohel

Romance Tragedy

પ્રણયપુષ્પો

પ્રણયપુષ્પો

1 min
178

સમયની ડાળ પર ખીલેલાં પ્રણયપુષ્પો ખરી ગયાં,

મળેલાં દિલથી દિલનાં તાર, તાર તાર થઈ તૂટી ગયાં,


મહેંકી ઊઠેલાં ક્ષણો બધાં બની ઉપવન પ્રણયપાશે,

ક્ષણભંગુર ક્ષિતીજે મળતાં મિલન થઈ ભરમાઈ ગયાં,


અધરોમાં ભરી અધીરતાં સંવાદોની, મિલનાતૂર હૃદયો,

મૌન મહીં ગરકાવ કરીને અબોલ થઈ બિડાઈ ગયાં,


ભીની રેત પર છોડી પગલાની છાપ, સંગાથે જે ચાલ્યાં,

શુષ્ક શ્વાસોનાં ભરી સિસકારાં છો'ને કેવાં વિસરાઈ ગયાં,


રહી ગયાં અપલક સ્મરણો સઘળાં સંગાથે અકબંધ,

ગેરસમજનાં વાયરામાં ભરમાતાં બંને અટવાઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance