STORYMIRROR

Pallavi Gohel

Romance

4  

Pallavi Gohel

Romance

ગઝલમાં

ગઝલમાં

1 min
290

હળવો હળવો જામ થઈ છલકાય એ ગઝલમાં,

પ્રણયભરી મદહોશી હળવો ઘુંટાય છે ગઝલમાં,


થઈ મદહોશ દિલ તરતું, ડૂબતું એનાં ખંજનમાં,

ભીનાં હોઠોનું બની કવન ગુંજતું રહે ગઝલમાં,


અટકળો બધી બાંધેલી મુક્ત કરે હૃદય નયનમાં,

લાગણી આતુર થઈ વહે બેફામ છો'ને ગઝલમાં,


અવધાઓ ઈકરારની બધી ટળાય જોને મૌનમાં,

ઢળતાં નયનોમાં હામી ચૂપચાપ ભરાય ગઝલમાં,


મનથી મનનું મળે મૌક્તિક પ્રેમ પરોવાય જીવનમાં,

એના હૃદયમાં ધબકાર મારા સંભળાય ગઝલમાં,


શબ્દોનો ઉપવન બની ગુલદસ્તો મહેંકાય કિતાબમાં,

નામને નામનામાં જોડી અમરત્વનો જામ ગઝલમાં,


મીઠો ઉન્માદ ભળી વસે ખંજન સહિયારો પ્રણયમાં,

તું અને હું ભૂલી 'આપણે' બને સુસંગી એ તો ગઝલમાં,


"પલ" ના રહે હયાત તોયે શબ્દો ગુંજશે સંસારમાં

હર હૃદયમાં પછી, બની ગીત ગણગણાય ગઝલમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance