STORYMIRROR

Pallavi Gohel

Romance

3  

Pallavi Gohel

Romance

આગમનથી એમનાં

આગમનથી એમનાં

1 min
179

આગમનથી એમનાં ધબકાર ચૂકાઈ ગયાં,

શ્વાસને ભરી મુઠ્ઠીમાં થોડાં સચવાઈ ગયાં.


ફોરમે એ તો રાતરાણી થઈને સલુણી પ્રિયા,

બની લહેર શીત સુગંધા એ મહેકાઈ ગયાં,

અંતરને સ્પર્શી મીઠા સ્પંદને સમાઈ ગયાં,

આગમનથી એમનાં ધબકાર ચૂકાઈ ગયાં,


પહેલી નજરમાં દિલ હથેળીમાં ધરી બેઠાં,

અબોલ એનાં સંવાદમાં ભાન ભૂલાઈ ગયાં,

કહેતાં, કરતાં, અટકાતાં શબ્દો ભરમાઈ ગયાં,

આગમનથી એમનાં ધબકાર ચૂકાઈ ગયાં,


માળા એનાં નામની બસ એમ જપતાં રહ્યાં,

મણકે મણકે અમે એનાં થઈ પરોવાઈ ગયાં,

તાણ્યાં તૂટે નહીં એવાં બંધને બંધાઈ ગયાં,

આગમનથી એમનાં ધબકાર ચૂકાઈ ગયાં,


આગમનથી એમનાં ધબકાર ચૂકાઈ ગયાં,

શ્વાસને ભરી મુઠ્ઠીમાં થોડાં સચવાઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance