Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mulraj Kapoor

Tragedy Inspirational Others

3  

Mulraj Kapoor

Tragedy Inspirational Others

જાગ્યા ત્યારે સવાર

જાગ્યા ત્યારે સવાર

1 min
135


રોશનીના જગમગાટથી અંજાઈ ગયો, 

એવોતો પ્રભાવિત થઈને મુંજાઈ ગયો, 

પ્રચંડ તેજ થતાં ચક્ષુઓ બુઝાઈ ગયા, 

પછી તો છતી આંખે આંધળા ગણાઈ ગયા. 


આંખો હતી પણ નજર કમજોર બની, 

કોઈની આંધળી ભક્તિ આનું કારણ બની, 

આંખે ચશ્માં હાથે લાકડીનો સહારો લીધો, 

જાણી કરીને અંધાર રસનો પ્યાલો પીધો,


આ બિમારી નહતી, જાતે જ ઓઢી લીધેલી, 

સાચા અંધભક્તની નામના કરી લીધેલી, 

અંધાપો તનનો ઓછો, મનનો વધુ હતો, 

કુહાડો માર્યો નીજ પગ પર જાતે હતો. 


દશા બદથી પણ બદતર થતી ગઈ, 

વાતો સાચી પણ હવે ખોટી લાગતી ગઈ, 

ભરોસો જેના પર હતો તે તો છોડી ગયા,

આવી હાલતમાં મૂકીને તરછોડી ગયા.


તેવા સમયે એક સાચી પ્રજ્ઞાચક્ષુ મળી, 

તેની વાત સાંભળી ને સાચી સમજ પડી, 

તેના દુઃખ દરદ જાણીને આંખો ભીંજાણી, 

સમયની હવા પણ સાચે માર્ગે વિંજાણી. 


અંધભક્ત મટી તે હવે માનવ થયો, 

સાચા અર્થમાં કોઈનો સહારો બની ગયો, 

તેનો જીવન અચાનક પલટાયો ઘણો, 

ભલે ને મોડું ! જાગ્યા ત્યારે જ સવાર ગણો.


Rate this content
Log in