ડંખ
ડંખ
બળી અગન મારાં તનમાં ને મનમાં,
આ વીંછીનો ડંખ મને લાગ્યો,
સુંવાળપ છોડીને વિચારો વણસ્યાં,
શબ્દે શબ્દોનો ડંખ મને લાગ્યો,
ગયું પ્રસરી ઝેર મારા દિલમાં,
ચૂભતા કાંટાનો ડંખ મને લાગ્યો,
ભાગતી રહી હું પ્રેમનાં મંદિરમાંથી,
તારા અહંકારનો ડંખ મને લાગ્યો,
"સખી" સહી રહી છે વિયોગ સદીઓથી,
તારા આપેલાં દગાનો ડંખ લાગ્યો.
