તું શું જાણે
તું શું જાણે
વિયોગે કાળજાને વિંધતી વેદનાને, તું શું જાણે ?
વસ્યા છો દૂર, એકલતાની પીડાને, તું શું જાણે ?
આ વરસાદની બૂંદો તો બઉ વ્હાલી લાગે છે મને,
પણ એકલા પલળતા એ ખૂંચે, એ તું શું જાણે ?
મન થાય સૂરજની સંગે શણગારી દઉં ગગનને,
પણ સાંજ ઉદાસીને ખીજવે, એ તું શુ જાણે ?
હા ! ભલે ને રહી હું રૂડી રૂપાળી ચાંદ સમી,
પણ તારાઓની ટોળીની થાય ઈર્ષ્યા, તું શું જાણે ?
ને થતું સદાકાળ રાત દિવસ, ભરતી ઓટ,
મિલન પછી કેમ કરી વિરહ સહું, તું શું જાણે ?

