પરપોટો
પરપોટો
ફૂટી ગયો પરપોટો તારા પ્રેમનો,
અહેસાસ થઈ ગયો તારા મનનો,
લાગણીઓ ડૂબી ગઈ દરિયામાં,
અજંપો થઈ ગયો મને મારા દિલનો,
વિયોગનાં વહેણમાં તરતી થઈ ગઈ જિંદગી,
અનુભવાયો વસવસો મારા જીવનનો,
નજરોને પ્રેમનાં જામ આપ્યાં ભરી ભરીને,
હવે આપ્યો છે દરિયો મને મારા આંસુઓનો,
પાગલ બનીને તારા જ પ્રેમનું કરતી હતી રટણ,
મળ્યો છે સહારો મને મારા આત્માનો,
કોઈ અપેક્ષા નથી કે થાય અહીં મારી પૂરી,
નથી મળ્યો સમય મને મારા મંથનનો,
"સખી" પરપોટા જેવી જીવાય જાય જિંદગી,
મળી જાય કેવો ઝૂરાપો મને મારા જીવનનો.
