યાદો
યાદો
તારી યાદોએ મને રડાવી દીધો,
જીવનભરના સાથે મને સજાવી દીધો,
વર્ષોના સહવાસે મને જીવાડી દીધો,
અધૂરા અરમાને મને દઝાડી દીધો,
સતત સ્નેહવર્ષાએ મને ઉગાડી દીધો,
પળ - પળ એકલતાએ મને જલાવી દીધો,
અમૂલ્ય તારી ભેટે મને જીતાડી દીધો,
પણ કાળની થપાટે મને હરાવી દીધો,
મૌનની ભાષામાં મને સમજાવી દીધો,
હસતાં તારા ચહેરાએ મને સંભાળી દીધો.
