STORYMIRROR

રાજેશ નાયક "રાજ"

Inspirational

4  

રાજેશ નાયક "રાજ"

Inspirational

પ્રેમનું ઝરણું

પ્રેમનું ઝરણું

1 min
292

સ્નેહની મીઠાશ સંબંધોમાં ભળતી રહે,

પ્રેમનું ઝરણું બની સરવાણી વહેતી રહે.


ભલે માર્ગમાં અનેક સંકટો આવતા રહે,

હારીશું નહીં આશા એવી જાગતી રહે.


શ્રદ્ધાના દીપકથી રોશની વિસ્તરતી રહે,

નવીન સપનાઓની વાવણી થાતી રહે.


નાની - મોટી વાતોમાં ખુશીઓ મલકાતી રહે,

સુખ - દુઃખની યાદગાર ક્ષણો ઝીલાતી રહે.


એકમેકના સંબંધોમાં સુવાસ ફેલાતી રહે,

દરેક ઘડીને ભાવ - સમજણથી જીવાતી રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational