એવું બને
એવું બને
આરંભ હું થાઉં ને જો તું અંત બને,
બની જઈએ અનંત એવું પણ બને.
આકાશ હું થાઉં ને જો તું ધરતી બને,
થાય ક્ષિતિજે આપણું મિલન એવું બને.
હાસ્ય તારું ને ખુશી મને મળે એવું બને,
દર્દ હોય મને ને વ્યથા તું અનુભવે એવું બને.
શબ્દ બની તું રચાય મારા હસ્તે એવું બને,
રચના મહીં તારા માટેની લાગણી ઢળે એવું બને.
ઓળખ મારી તારા નામે જ થાય એવું બને,
તારા નામથી સભર જીંદગી જીવાય એવું બને.

