તારા નામથી
તારા નામથી
હાથની રેખાઓને ભૂસંતો ગયો,
દર્દની પીડાઓને વધાવતો ગયો.
દૂર રહીને સંબંધો નિભાવતો ગયો,
સાત ભવના બંધનો બાંધતો ગયો.
તારી યાદો હૈયામાં વાગોળતો ગયો,
તારા નામે જીવતર કોતરતો ગયો.
હરપળ તારો સહવાસ ઝંખતો ગયો,
આ જન્મારો અનામત ઠરાવતો ગયો.
જિંદગીની દર્દભરી રમત રમતો ગયો,
તારા નામથી હર શ્વાસ કરતો ગયો.

