તું
તું
તારી યાદો થકી રંગીન આ જહાન છે,
હું યાદ ના રહું ને તું યાદ રહી જાય છે,
તારી વાતો થકી મહેકતું આ જીવન છે,
હું વાતો ના કરું છતાં તું સમજી જાય છે,
તારી આંખોથી જોઉં સુંદર આસમાન છે,
બંધ નયનોએ પણ તું ઈશારો કરી જાય છે,
તારા હૂંફાળા શબ્દે રૂપાળી જિંદગાની છે,
હું યાદ કરું નહીંને રંગોળી પૂરાય જાય છે,
તારી દોસ્તી થકી અમૂલ્ય આ જીવન છે,
તું મળેને જિંદગીની કિંમત સમજાય જાય છે.

