STORYMIRROR

રાજેશ નાયક "રાજ"

Inspirational

4.5  

રાજેશ નાયક "રાજ"

Inspirational

અસલી ચહેરો

અસલી ચહેરો

1 min
385

ચહેરા પર મનગમતા આવરણ ચઢાવી બેઠા છે;

પડદા પાછળ એ જ જિંદગી સજાવી બેઠા છે,


રાજરમતના ખેલાડી સમીકરણ ગોઠવી બેઠા છે;

હાર - જીતનો એ જ ફેંસલો સુનાવી બેઠા છે,


જાહેરમાં પોતાના સન્માનનું શાણપણ દેખાડી બેઠા છે;

પીઠ પાછળ એ જ લડાઈમાં પછાડી બેઠા છે,


સાદગીના ચહેરા પર ભોળપણ બતાવી બેઠા છે;

રાતના અંધારામાં એ જ ફાયદો ઉઠાવી બેઠા છે,


માયાના આવરણ ઉપર આવરણ લગાડી બેઠા છે;

અસલી ચહેરાની એ જ ઓળખ ગુમાવી બેઠા છે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational