Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

4.5  

Bharat Thacker

Inspirational

સફર રાહબર

સફર રાહબર

1 min
280


જિંદગીના સફરમાં આમ જુઓ તો સફર એક વર છે,

સફર થકી તો જિંદગી ખુશીઓ અને સાહસથી સભર છે.

 

જિંદગીના સફરમાં ધારોકે નથી બહુ ખૂબ બધા પૈસા,

જિંદગીના સફરમાં જે લેતો રહે સફરની મજા, એ તવંગર છે.

 

પૃથવીમાં એક ભાગ છે જમીન અને ત્રણ ભાગ છે પાણી,

ખેડતા રહો થોડા થોડા સમયે સફર, 

જિંદગીના સાગરમાં, સફર રત્નાકર છે.

 

અક્ષાંશ અને રેખાંશ વૃતાંતની વચ્ચે કરતા રહો સફર,

જે કરતા રહે છે સફર, એ જ સાચા સિકંદર છે.

 

દરેક સફરની પોતાની હોય છે ઘણી બધી સિદ્ધિ,

દરેક સફરની હોય છે પદ ચિન્હ, યાદો બનાવે માતબર છે.

 

જ્યારે જ્યારે જિંદગી થઈ રહે રસહીન અને શુષ્ક,

સફર છે એક એવી થેરાપી જે જિંદગીને બનાવે તરબતર છે.

 

જિંદગીની એ પણ વિડંબના કેવી હોય છે સૌરભ,

જેને આપણે માનીએ છીએ મુસાફરી અને સફર, એ જ જીવતર છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational