Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

યાદ કરો

યાદ કરો

1 min
253


ઊઠતાં કે સૂતા પહેલાં ઈશ્વરને હંમેશાં યાદ કરો,

મળ્યો છે દેહ માનવનો ફોગટ ના બરબાદ કરો,


કૃપા એની અઢળક કે તક આપી માનવદેહ દીધો,

કરી પૂજા નાનીશી ને ના મોટી તમે ફરિયાદ કરો,


જુઓ બેજુબાન પશુપંખી પછી કૃપા એની વિચારો,

નથી મળ્યાની યાદી લાંબી; ના એનો વિષાદ કરો,


શું ન કરી શકે કાળા માથાનો માનવી મહેનત કરીને,

ધર્મના નામે હોવાના મતમતાંતર ના એનો વિવાદ કરો,


આવશે એ સારથિ બનવાને; પાત્રતા તો કેળવો તમે,

શ્વાસેશ્વાસે કરી સ્મરણને અશ્રુધારે એને સાદ કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational