Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

ઇરાદો છે

ઇરાદો છે

1 min
32


જીવનમાં સુગંધ ભરવાનો ઇરાદો છે.

થૈ વસંત કુસુમવત્ ખીલવાનો ઇરાદો છે.


બધા ના સમજી શકે ગતિ જિંદગીની,

પરમાર્થ કાજ કરી છૂટવાનો ઇરાદો છે.


ગતાનુગત વીતે દિવસો એ મંજૂર નથી,

જરા હટકે કેટલુંક કરવાનો ઇરાદો છે.


પ્રત્યેકમાં ભાળી લઉં પ્રભુ તને હરપળ,

પારકાંને પોતાનાં ગણવાનો ઇરાદો છે.


જલકમલવત્ કે અનુકૂલન નૈ ફાવે મને,

પામરતામાં પ્રભુતા લાવવાનો ઇરાદો છે.


Rate this content
Log in