STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

કરુણતા

કરુણતા

1 min
21

સ્થાન જાળવી રાખવા સતત દોડતા રહેવું પડે.

ના હો વાંકગુનો તો પણ હાથ જોડતા રહેવું પડે.


ખબર હોય કે છે ખટપટનું ધામને ઈર્ષાળુ કેટલાક,

સંબંધ જાળવી રાખવા હસતાં મળતા રહેવું પડે.


હોય સત્તા કે સંપદા જેની પાસે અઢળક ઈશદત્ત,

સમયના તકાજે એને મનમારી નમતા રહેવું પડે.


હોય ઘર બિમારીનુંને ના હોય રુચિ ભોજન તણી,

તોય શરીરને ટકાવવા રોજરોજ જમતા રહેવું પડે.


હોય ખાતરી કે ઈશ્વર નહીં આવે મામેરું પૂરવાને,

તેમછતાં સર્વોપરી જાણી વંદન કરતા રહેવું પડે.


'દીપક' કેટલી છે કરુણતા આ માનવજીવન તણી,

સામે હોય ખડી મુસીબતને ડગ ભરતા રહેવું પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational