એ ચકલી હતી.
એ ચકલી હતી.
1 min
1
મારા હાથમાંથી દાણા લૈ જતી એ ચકલી હતી.
મારી નજીક આવી ચીં ચીં કરતી એ ચકલી હતી
એનું આગમન રોજરોજ મને હરખાવતુ હંમેશા,
જમતીવેળા મારી નજીક ફરકતી એ ચકલી હતી.
દાણા વેરુ મારી ફળીમાં તો સૌથી પહેલાં આવતી,
રખેને મને હોય એ ઓળખતી એ ચકલી હતી.
રાશન કાર્ડમાં નામ નથી એટલું જ બાકી છેને,
ઘરના સભ્યની જેમ જ વર્તતી એ ચકલી હતી.
આવી ક્યારેક સમૂહમાં ઘરને ગજાવી મૂકનારી
પક્ષી માનવનું ઐક્ય જે સાધતી એ ચકલી હતી.
-ચૈતન્ય જોષી 'દિપક 'પોરબંદર.
