Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

તો ગમે

તો ગમે

1 min
35


તું વાદળ થઈને વરસે તો ગમે,

દીનહીન કાજે ખરચે તો ગમે,


ના લપાવું કે છૂપાવું તને શોભે,

તું સાવજ થૈને ગરજે તો ગમે,


કરી છૂટ કૈ માનવતા હોય જેમાં,

ઊભો રહે સત્ય પડખે તો ગમે,


પરમેશ પામવાનું લક્ષ્ય આપણું,

દરશન પામવાને તરસે તો ગમે,


નથી થવાનું દેવ તારે પૂજાવાને,

માણસ તરીકે ઓળખે તો ગમે.


Rate this content
Log in